1) સૌપ્રથમ એક બાજોટ અથવા પાટલો લો અને તેના પર શાલ અથવા એના જેવું વસ્ત્ર મૂકો. તેના પર તમારા સદગુરુ અને હનુમાનજીનો ફોટો રાખો.
2) સદગુરુના ફોટા પર સુગંધિત અથવા પ્રાપ્ત ફૂલોનો હાર પહેરાવવો અને હનુમાનજીના ફોટા પર આકડાના ફૂલનો હાર પહેરાવવો.
3) દીવો અને અગરબત્તી પ્રગટાવો અને હાથ જોડીને સદગુરુ અને હનુમાનજીનું ધ્યાન કરો.
4) પછી નીચેનામાંથી કોઈપણ એક સ્તોત્રનો 11 વાર પાઠ કરવો.
1. 11 વખત ક્લેશનિવારક શ્રીઅનિરુદ્ધકવચ
2. 11 વખત શ્રીહનુમાન ચાલીસા
3. 11 વખત શ્રીઅનિરુદ્ધ ચાલીસા
4. 11 વખત ત્રિવિક્રમના 18 વચનો
5. 11 વખત સદગુરુ શ્રીસાઈનાથના 11 વચનો
6. 11 વખત શ્રી આદિમાતા શુભંકરા સ્તવન
7. 11 વખત શ્રી આદિમાતા અશુભનાશિની સ્તવન
8. 11 વખત શ્રીહનુમાન સ્તોત્ર (ભીમરૂપી મહારુદ્રા...)
9. 11 વખત શ્રીપંચમુખહનુમતકવચ
ત્યારબાદ...
1) કેરીનું પન્નુ,
2) કાચી કેરી અને પલાળેલી ચણાની દાળ વાટીને તેનો પ્રસાદ અર્પણ કરવો. પછી લોટાંગણ કરવું. વૃદ્ધ શ્રદ્ધાવાન માત્ર નમસ્કાર કરે તો પણ તે ભગવાન ને પહોંચે જ છે.
જો બ્રાહ્મમુહૂર્ત પર ઉપાસના કરવી શક્ય ન હોય તો દિવસ દરમ્યાન પણ કરી શકાય છે. સદગુરુ શ્રી અનિરુદ્ધે ખાતરી આપી છે કે જે કોઈપણ વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ઉપાસના પ્રેમથી કરશે, તેના ઘરે તેના સદગુરુ શ્રીહનુમાનજીની સાથે આવશે જ.