| | હરિ ૐ | |
ૐ મન: સામર્થ્યદાતા શ્રીઅનિરૂદ્ધાય નમ:|
રક્તદાન શિબિર
1) શ્રી અનિરૂદ્ધ ઉપાસના ફાઉન્ડેશન, સદગુરુ શ્રી અનિરૂદ્ધ ઉપાસના ટ્રસ્ટ, દિલાસા મેડિકલ ટ્રસ્ટ અને રીહેબીલીશન સેન્ટર, અનિરૂદ્ધ સમર્પણ પથક, અનિરૂદ્ધાસ હાઉસ ઓફ ફ્રેન્ડસ,અનિરૂદ્ધાસ એકેડમી ઓફ ડીસાસ્ટર મનેજમેન્ટ, શ્રી અનિરૂદ્ધ આદેશ પથક, મળીને રક્ત દાન શિબિર નુ આયોજન રવિવાર 14 એપ્રિલ 2013 ના રોજ કરવામાં આવ્યું છે.
2) સ્થળ: શ્રીહરિગુરુગ્રામ, સરકારી કોલોની, ખેરવાડી, બાંદ્રા (ઇ), મુંબઇ.
3) સમય: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી.
4) વિજ્ઞાન વિકાસશીલ છે, પરંતુ આજ સુધી માનવ રક્ત માટે પર્યાય નથી. માનવ રક્ત ફેક્ટરી મા ઉત્પાદન કરી શકાતું નથી. તેવી જ રીતે કોઈ પણ પ્રાણીનું લોહી માનવી માટે ઉપયોગી થઈ શકતું નથી. એક માનવ રક્ત માત્ર જ અન્ય વ્યક્તિ માટે ઉપયોગી છે. તેથી આપણા રક્ત દાન કરવાથી કોઇ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે.
5) આજે મુંબઇ માં એક વર્ષમાં આશરે 2.50 લાખ થી 3 લાખ રક્ત બોટલની જરૂરિયાત છે. આપણા રક્ત દાન કરવાથી તેમાં સહયોગ કરી શકાય છે.
6) રક્ત દાન માટે કોઇ ભય અથવા ગેરસમજ ન હોવી જોઈએ. આપણા શરીરમાં 4.5 થી 5 લિટર રક્ત છે. માત્ર 300 મિલી લીટર રક્ત જ રક્તદાન દરમિયાન લેવામાં આવે છે.
7) રક્ત દાન કર્યા પછી 15-20 મિનિટ આરામ લીધા પછી, આપણે આપણા નિયમિત કાર્ય કરી શકીએ
છીએ. આપણા શરીરયંત્રણા માં 3-4 દિવસની અંદર લોહી પૂર્વવત સ્થિતી માં આવે છે.
8) ઉંમર: 18 થી 60 વર્ષ ઉંમર ની મહિલા / પુરૂષ રક્ત દાન કરી શકે છે.
9) વજન: 50 કિલોગ્રામકરતાં વધુ.
10) હેમોગ્લોબિન: 12.50% કરતાં વધુ.
11) જે વ્યક્તિ નીચેના રોગો પીડાતા હોય, તેમણે રક્ત દાન કરવું જોઇએ નહિં:
a) કમળો, મેલેરિયા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, ચિકુનગુનીયા (છેલ્લા 3 મહિનામાં) અથવા છેલ્લા એક વર્ષ માં કોઈ પણ સર્જરી કરવી હોય અથવા એનેમિયા હોય.
b) અમુક અસાધારણ રોગો અને ઉંમર સાથે સંબંધિત રોગો:
એડ્સ, ગુપ્ત રોગ, ક્ષય, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, Hypothyroid, Hyperthyroid.
c) મહિલાઓ માટે: 1)ગર્ભપાત (નજીકના છ મહિના), 2) માસિક ધર્મ (1 અને 2 દિવસ) 3) ગર્ભાવસ્થા 4) બાળ સ્તનપાન સ્થિતિ.
12) ખાદ્ય પદાર્થ: સામાન્ય રીતે રક્તદાતા ને ઓછા હેમોગ્લોબિન ને કારણે નકારવામાં (Reject) આવે છે. હેમોગ્લોબિન વધારવા માટે નીચે જણાવ્યા પ્રમાણે ખોરાક લેવો જોઈએ:-
1) લીલા શાકભાજી, મઠ, મેથી, ચોળી અને પાલક.
2) ફણગાવેલાં કઠોળ.
3) પાંદડાવાળા શાકભાજી: વટાણા, કોળું, ટમેટા, પરવર, ગવાર.
4) ફળો: ચીકુ, પપૈયા, સફરજન, ખજુર, નારંગી, મોસંબી , દ્રાક્ષ, આમળા, તરબૂચ, અંજીર, કેળા
5) કચુંબર: બીટ, ગાજર, મૂળો.
6) અનાજ: મકાઈ, નાચની, બાજરી, ઘઉં.
7) મગફળી, સુકા મેવા મનુકા, તલ, ગોળ
8) ખાદ્ય પદાર્થ: ચીકી, મુરબ્બો, ખીર, ગોળપાપડી.
13) રક્ત દાનના 1 દિવસ પહેલાં લેવા ની કાળજી:-
a) શાંતિપૂર્ણ ઊંઘ.
b) નિયમિત ખોરાક લેવો જોઈએ. ઉપવાસ કરવો જોઈએ નહીં.
c) કોઈ પણ કારણ વગર (હોમિયોપેથિક અથવા આયુર્વેદ) દવા લેવી નહીં. દા.ત. Crocin, Disprin, combiflam. (એક કે બે દિવસ માટે પીડા શમન દવા ટાળવી).
||શ્રીરામ||
||અંબજ્ઞ||