ગુરુવાર નો દિવસ હતો. ઓફીસ માં નક્કી થયું કે કામથી કન્યાકુમારી જવાનુંછે. શનિવારે મુંબઈ કોઇમ્બતુર અને રાત્રે કોઇમ્બતુરથી કન્યાકુમારી પ્રવાસ કરવાનો હતો.
ગુરુવારે બાપુ નાં દર્શન વખતે પૂછ્યું કે કન્યાકુમારી લઇ જાવ છો. તો બાપુ એ ના પાડી. પ્રાર્થના ન્હોતી આવડતી ત્યારે બાપુ ની કૃપાથી પ્રાર્થના કરાવી કે મારી ઈચ્છા નથી તમારી ઈચ્છા હોય તેમ કરો.
શુક્રવાર ના દિવસે જેની સાથે જવાનું હતું કન્યાકુમારી તેને મે ના પાડી કે અત્યારે નથી જવું કન્યાકુમારી પછી જસુ. તેણે જણાવ્યું કે હોટેલનું બુકિંગ થયું છે. તો કેન્સલ કેમ કરાવે છે. તેને કીધું તારે જે કરવું હોય તે કર. મનમાં કીધુ મારો બાપુ જોઈ લેશે. જેની સાથે જવાનું હતું તેણે સાંજે ફોન કર્યો કે પ્લેનની ટીકીટ મળી નથી. બીસનેસ ક્લાસ ની ટીકીટ ની જોયી નથી. તેને કીધુ મારે નથી જાવું.
રવિવારે ખબર પાડી કે ત્સુનામી આવ્યુંછે પણ તેની અસર ની ખબર ન્હોતી. સાંજે બાપુના બહુજ સરસ દર્શન મળ્યા. બીજે દિવસે ત્સુનામી ની અસરની જાણ થઇ.
આમ બાપુ એ મને ત્સુનામી ના દિવસે કન્યાકુમારી જવા ના દીધો. સદગુરુની કૃપા અનંત છે. તેની તૈયારી અમે જાણી નથી શકતા.
૧૫ દિવસ પછી કન્યાકુમારી ગયો અને કામ પતાવી આવ્યા. ત્યારે જાણ થઇ કે ત્યાં ઘણા લોકો ત્સુનામી નો ભોગ બન્યાછે.
મારા પર સંકટ આવે છે તે માટેની સદગુરુની પૂર્વ તૈયારી તે બાપુ ના ગુરુવાર ના પ્રવચન દ્વારા જાણવા મળ્યું :
બાપુ ને ખબર હતી કે મારી પાસે પુણ્ય નથી ને સંકટ આવેછે મારી પર. તે માટે તેઓએ મારી પાસે ગુરુસ્થાનમાં ૫ વાર રાત્રી પઠન કરાવેલું. જયારે ગુરુસ્થાન તરીકે બાપુ એ જણાવ્યું ન્હોતું અને એ બાપુની ઓફીસની બહાર ત્રીજે માળે પઠન કરાવતા. તેમાં રામરક્ષા, દત્તામાંલા વગેરે પવિત્ર સ્ત્રોત્ર/મંત્ર નું પઠન કરાવ્યું ને પુણ્ય આપ્યું.
આવાછે કૃપાળુ મારા બપુરાયા!!!